WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

12 પાસ માટે 7565 જગ્યાઓમાં દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, પગાર ₹21,700 –  SSC Delhi Police Bharti 2025

SSC Delhi Police Bharti 2025: ભારત સરકારના કર્મચારી પસંદગી આયોગ (Staff Selection Commission – SSC) દ્વારા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – Constable (Executive) ની ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા, 2025 માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે કુલ 7565 જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે.

આ ભરતીમાં 12 પાસ (HSC) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પસંદગી પામેલ ઉમેદવારોને લેવલ-3 મુજબ ₹21,700 થી ₹69,100/- (અન્ય ભથ્થાં સહિત અંદાજિત ₹81,100/- સુધી) નો પગાર મળશે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2025 છે. ઉમેદવારોની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામિનેશન (CBE) ડિસેમ્બર, 2025 અથવા જાન્યુઆરી, 2026 માં લેવાશે.

SSC દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દિલ્હી પોલીસ
પરીક્ષાકોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પરીક્ષા, 2025
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) – પુરૂષ અને મહિલા
કુલ જગ્યા7565
લાયકાત12 પાસ (HSC)
અરજી કરવાની રીતઓનલાઇન
પરીક્ષાની પદ્ધતિકોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
પગાર ધોરણLevel-3 (₹21,700 – ₹69,100)

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ22/09/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21/10/2025 (23:00 કલાક સુધી)
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ22/10/2025 (23:00 કલાક સુધી)
ફોર્મમાં કરેક્શન/સુધારો કરવાની તારીખ29/10/2025 થી 31/10/2025 (23:00 કલાક સુધી)
CBE પરીક્ષાની તારીખડિસેમ્બર, 2025 / જાન્યુઆરી, 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12 પાસ (સીનિયર સેકન્ડરી- HSC) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. લાયકાતની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 21/10/2025 ના રોજ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સ (ફક્ત પુરૂષ ઉમેદવારો માટે)

પુરૂષ ઉમેદવારો માટે શારીરિક કસોટી (PET/PST) ના દિવસે મોટરસાયકલ અથવા કાર માટેનું માન્ય LMV (Light Motor Vehicle) ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. લર્નર લાયસન્સ માન્ય ગણાશે નહીં.

Spread the love
Scroll to Top
Sarkari Naukri Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.