{ best latest 2024} GSSSB ભરતી 2024: 4304 જગ્યાઓ માટે ભરતી, જુનિયર ક્લાર્ક, સિનીયર કલાર્ક, હેડ ક્લાર્ક વગેરે

GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Service Class III)(Group A and Group B) (Combined Competitive Examination) માટે જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક, હેડ કલાર્ક વગેરે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

GSSSB ભરતી 2024

જાહેરાત ક્રમાંક2126/202324
પોસ્ટ ટાઈટલGSSSB ભરતી 2024
પોસ્ટ નામજુનિયર ક્લાર્ક ભરતી 2024
સિનીયર ક્લાર્ક ભરતી 2024
હેડ ક્લાર્ક ભરતી 2024
ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2024
સમાજ કલ્યાણ નિરીક્ષક ભરતી 2024
ગૃહમાતા ભરતી 2024
ગૃહપતિ ભરતી 2024
જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2024
વગેરે…
કુલ જગ્યા4304
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
છેલ્લી તારીખ31-01-2024
સત્તાવાર વેબસાઈટwww.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

GSSSB Bharti 2024

GSSSB ભરતી 2024

GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 4304 ગ્રુપ A અને ગ્રુપ B માટે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

સંવર્ગનું નામવિભાગ / ખાતાની વડાની કચેરીનું નામકુલ જગ્યાપગાર
જુનિયર ક્લાર્કવિવિધ ખાતાના વડા201826,000/-
સિનીયર ક્લાર્કવિવિધ ખાતાના વડા53226,000/-
હેડ કલાર્કવિવિધ ખાતાના વડા16940,800/-
ઓફિસ આસિસ્ટન્ટસચિવાલય, જાહેર સેવા આયોગ21026,000/-
જુનિયર કલાર્કકલેકટર કચેરીઓ59026,000/-
કાર્યાલય અધિક્ષકકમિશ્નરશ્રી, મત્સ્યોઉદ્યોગની કચેરી249,600/-
કચેરી અધિક્ષકખેતી નિયામકની કચેરી349,600/-
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1નોંધણી સર નિરીક્ષકની કચેરી4549,600/-
સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2નોંધણી સર નિરીક્ષકની કચેરી5340,800/-
સ્ટેમ્પ નિરીક્ષકસુપ્રિ. ઓફ સ્ટેમ્પસની કચેરી2340,800/-
સમાજ કલ્યાણ નિરીક્ષકનિયામકશ્રી વિકસતી જાતી4640,800/-
મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષકનિયામકશ્રી વિકસતી જાતી કલ્યાણ1349,600/-
સમાજ કલ્યાણ નિરીક્ષકનિયામકશ્રી અનુસૂચિત જાતી કલ્યાણ10240,800/-
ગૃહમાતાનિયામકશ્રી સમાજ સુરક્ષા626,000/-
ગૃહપતિનિયામકશ્રી સમાજ સુરક્ષા1426,000/-
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીનિયામકશ્રી આદિજાતિ વિકાસની કચેરી6549,600/-
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનિયામકશ્રી અનુસૂચિત જાતી749,600/-
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજરગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.37226,000/-
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.2640,800/-
જુનિયર આસિસ્ટન્ટનિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી826,000/-
કુલ જગ્યા4304

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

તારીખ 31-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવશે

પરીક્ષા ફી

સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18-05-2023ના જાહેરનામાની જોગવાઈ-11 મુજબ ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ એ તથા ગ્રુપ બી) (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) માટે પરીક્ષા ફીના દર નીચે મુજબ રહેશે.

વર્ગપ્રાથમિક પરીક્ષા ફી
બિન અનામત વર્ગરૂ. 500/-
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)રૂ. 400
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

ઉમેદવારોએ પરીક્ષા ફી 02-02-2024 (23:59) સુધી ફરજીયાત ઓન-લાઈન ભરવાની રહેશે. આ ફી રોકડમાં, ડિમાંડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે-ઓર્ડર કે અન્ય કોઈ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાતમાં આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરો

GSSSB ભરતી 2024 ઉમેદવારોની પસંગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પદ્ધતિથી)
2) મુખ્ય પરીક્ષા

GSSSB ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

GSSSB ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 04-01-2024 (14-00 કલાક)
અરજી છેલ્લી તારીખ : 31-01-2024 (23.59 કલાક)

GSSSB ભરતી 2024 અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

GSSSB ભરતી 2024 : FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો:

અરજી કરવાની અંતિમ તારીખ શું છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 31-01-2024, રાત્રીના 23-59 કલાક છે.

આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે?

અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે

Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટેઅહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા માટેઅહીં ક્લિક કરો
Home Page માટેClick Here
Spread the love
Scroll to Top