The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition.

The Gujarat STEM-Quiz is a unique activity that combines education, fun and competition.

The Gujarat STEM-Quiz Is A Unique Activity That Combines Education, Fun And Competition. | Sarkari Naukri Updates
Gujarat STEM

ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.

ગુજરાત સ્ટેમ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. આ કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ બોર્ડ અથવા માધ્યમના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે છે. કોઈ પણ પ્રકારની નોંધણી ફીઝ રાખવામાં આવેલ નથી.

ગુજરાત સ્ટેમ ક્વિઝના ઉદ્દેશો / Objectives of the Gujarat STEM Quiz

STEM ક્વિઝ રજીસ્ટ્રેશન – link HERE

· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

· ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને મહત્વ આપવું

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિષે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) વિદ્યાર્થીઓને આવરવા

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્ટેમ બાબતે ભાગ લેવામાં, જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

વિષય / અભ્યાસક્રમ / Subject/ Syllabus

સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.

GUJARAT STERM QUIZ BOOK 1.pdf

Spread the love
Scroll to Top